વાંકાનેર: પીપળીયા રાજમાં દૂધ કોલ્ડ્રિંક્સ પિતા દોઢસોથી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી થયા.

વાંકાનેર: પીપળીયારાજ ગામે આજે દૂધ કોલ્ડ્રિંક્સ પિતા 150થી વધુ લોકોને ફુડ પોઈઝનીંગ થતા દોડાદોડી થઈ પડી હતી.

આ ઘટનાની જાણ વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસર ડો.આરિફ શેરસિયાને થતા તેમને સમગ્ર તાલુકાભરના PHCના ડોક્ટરને પીપળીયા ખાતે તાત્કાલિક પહોંચવાની સૂચના આપી હતી. જેથી ડો. આરિફ શેરશિયો ઉપરાંત ડો. તનવીર શેરસિયા, ડો. સાહિસ્તા કડિવાર અને ડો. તસરીફા માથકિયા તેમજ 7 fhw, 7 mphw 1 સ્ટાફનર્સ પીપળીયારાજ ખાતે પહોંચી ગયા હતા અને લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત તીથવા પીએચસીમાં ડો. રિયાઝને પણ બેકઅપ માટે હાજર રાખ્યા હતા.

મળતી માહિતી મુજબ આજે મુસ્લિમ સમાજનો અગીયારમીનો તહેવારો હોવાથી ગામમાં દૂધ કોલ્ડડ્રીંકની ન્યાજ બનાવવામાં આવી હતી. જે લોકોએ પિતા દોઢસોથી બસો લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. જેને પીપળીયા રાજ પીએચસીમાં સારવાર આપવામાં આવી હતી. તેમજ કેટલાક લોકોઍ પ્રાઇવેટ ડોક્ટર પાસે સારવાર લીધી હતી. આ સમયે તાલુકા હેલ્થ ઓફિસર અને તમામ પીએચસીના ડોક્ટરોએ ખડે પગે સારવાર આપતા દર્દીઓને રાહત મળી હાટી સ્થિતી નિયંત્રણમાં આવી હતી.

આ સમાચાર મળતા ગામના આગેવાનો અને ઉત્સાહી યુવાનો પણ સેવામાં લાગી ગયા હતા અને સમગ્ર તાલુકાભર ના પી એસ સી.ના ડોકટર અને સ્ટાફની તબીબી સેવા અભિનંદનને પાત્ર હતી.

આ સમાચારને શેર કરો