રાજકોટ: કોરોનાના નામે કોઇ એપ્રિલ ફૂલ બનાવશે તો ગુનો: કલેક્ટર
રાજકોટ. આજે બુધવારે પહેલી એપ્રિલ છે અને તે દિવસે એપ્રિલ ફૂલ બનાવતા હોય છે પણ આ વખતે જો કોઇ કોરોનાના નામે કોઇ મેસેજ કે પ્રેંક કરશે તો તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે.
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું છે કે, એપ્રિલ ફૂલને લઈને ઘણા વિચિત્ર માનસિકતા ધરાવતા લોકો કોરોનાને લઈને એપ્રિલ ફૂલ બનાવવાના મેસેજ બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને ખબર પણ નહીં પડે તે એપ્રિલ ફૂલ છે કે નહીં અને મોટા પાયે અફવા ફેલાઈ શકે છે.
આવી અફવાઓને કારણે અમુક લોકો જોખમમાં મુકાઈ શકે છે અથવા તો પરેશાની પણ ભોગવવી પડી શકે છે તેથી આવા કોઇપણ મેસેજ બનાવવા કે ફોરવર્ડ કરવા તે ગુનો ગણાશે તેથી આવા મેસેજ કરવા બદલ ગુનો નોંધવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરાશે તેવી સ્પષ્ટ ચેતવણી કલેક્ટરે આપી છે. રમૂજ માટે કે એપ્રિલ ફૂલ બનાવવા માટે ખોટા મેસેજ કરશે તો તેવા તત્વો સામે કડક કાર્યવાહી થશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…