રાજકોટ: જામનગર રોડ ઉપર લોકો દ્વારા ચક્કાજામ
રાજકોટ: આજે જામનગર રોડ ઉપર લોકો ઉતરી આવ્યા હતા અને સમગ્ર જામનગર રોડ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યું હતો. આ ચક્કાજામના કારણે જામનગર રોડ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
મળતી માહિતી મુજબ રાજકોટના મનહરપુરના ભુપતભાઇ કોળીની હત્યા નો મામલે આ સમાજના લોકો પોતાની માંગણી ને લઇને મૃતકના પરિવારજનો તેમજ સમાજના લોકો દ્વારા જામનગર રોડ ઉપર ચક્કાજામ કરાયો હતો.
લોકોના ટોળા જામનગર હાઇવે પર ઉતરી આવ્યા હતા જેથી જામનગર રોડ ઉપર વાહનોની લાંબી કતારો થઈ હતી અને ટ્રાફિક જામ થઇ ગયો હતો લોકોને હટાવવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી હતી ત્યારે લોકો એ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. જેથી આ ટોળાને હટાવવા માટે પોલીસ દ્વારા પણ લાઠીચાર્જ કરાયો હતો.
જુઓ વિડિયો …