Placeholder canvas

વાંકાનેર: આદીલ માથકીયાએ ઓલ ઈન્ડીયા બાર એકઝામ પાસ કરી, બન્યા એડવોકેટ

વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામના આદીલ માથકીયા જેઓ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરીને , ઉચ્ચ અભ્યાસ વાંકાનેરમાં તેમજ રાજકોટ ખાતે બી.કોમ કરીને એલ.એલ.બી કરવાનુ નકકી કર્યું, એ.એમ.પી.લો કોલેજ – રાજકોટ માંથી એલ.એલ.બી.પૂર્ણ કર્યું. તેમને એલ.એલ.બી. સાથે કોર્ટ પ્રેકટીસ કરવાનું નકકી કરી કોર્ટે જવાનું શરૂ કરી કોર્ટ કામ – કાજનુ નોલેજ મેળવ્યું.

તેઓ ૨૦૧૯માં એલ. એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કરીને વકીલની ડીગ્રી મેળવેલ અને વકીલાત માટે સનદની મહત્વની ગણાતી પરીક્ષા ( ઓલ ઈન્ડીયા બાર એકઝામ ગુજરાત ) પાસ કરવી જરૂરી હોઈ જે , એકઝામ તાજેતરમાં તેમને પાસ કરેલ છે .

આદિલ માથકીયા તાલુકાના સૌથી છેવાડાના મેસરીયા ગામમાં એક મધ્યમવર્ગી પરિવારમાં ઉછરીયા, તેમના માતા-પિતા ખેતીકામ કરતા હોય અને છેવાડાનું ગામ હોય તેમજ અપૂરતી સુવિધા સાથે અભ્યાસ કરીને આજે છેવાડાના ગામનો છોકરો વકીલ બનેલ છે.

એ.એ.માથકીયા પોતાનું ઉજજળ ભવિષ્ય બનાવવા માટે નિલેષ સી ગણાત્રા , સંજય એસ પંડયા તથા અશોક બી ઠકકર વિગેરે સીનીયર વકીલો પાસેથી કોર્ટ કામકાજ અને પ્રેકટીસ નોલેજ મેળવીને ક્રીમીનલ પ્રેકટીસ કરે છે. આદીલ એ માથકીયા મો.નં. 95588 17618

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો