રાજકોટમાં જાહેરમાં થુંકનારા 34 થુકારાઓને પક્કડીને રૂા.17500 દંડ વસુલ્યો
રાજકોટ: કોરોના વાયરસના કહેર સામે મનપા દ્વારા જન જાગૃતિ અને સાવચેતીના પગલા લેવાનું સતત શરૂ રાખવામાં આવેલ છે. જેમાં શહેરના રાજમાર્ગો પર ધમધમતા ચાના થડા અને કેબીનો સજજડ બંધ કરાવવામાં આવી છે. તેની સાથો સાથે શહેરમાં રાજમાર્ગો ઉપર જાહેરમાં થુંકનારા અને ગંદકી કરનારાઓ સામે પગલા લઈ દંડની વસુલાત ચાલુ રાખવામાં આવી છે. એમાં આજે વધુ 34 આસામીઓ પાસેથી રૂા. 17500નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ન્યુસન્સ અને પ્રતિબંધીત પ્લાસ્ટીક સંદર્ભે રૂા.18 હજારનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. કોરોના વાયરસ સામે લોકોને સ્વયં જાગૃત બનવા પણ મ્યુ.કમિ. ઉદિત અગ્રવાલ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
કોરોના વાઈરસ થી ડરો નહીં પણ સાવચેતી રાખો., તમારા હાથ વારંવાર સાબુથી ધુવો.., ભીડ વાળી જગ્યામાં ન જાઓ અને સરકાર તરફથી લગાવવામાં આવેલી 144ની કલમ એ લોકોના હિતમાં છે તેનું સંપૂર્ણ પણે અમલ કરો…
-કપ્તાન દ્વારા લોકહીતમાં પ્રસિદ્ધ