કોરોના ઇફેક્ટ: મહીકાના સરપંચની દીકરીના લગ્ન મોકુફ

કોરોના વાઇરસની અસર હવે સર્વત્ર દેખાવા લાગે છે, શહેરની બજારો સુમશાન દેખાય છે કેમકે સમગ્ર મોરબી જિલ્લામાં 144 લાગુ કરી દેવામાં આવી છે.આ કોરોના વાયરસના કારણે ઘણા બધા નિર્ધારેલ કામો અને પ્રસંગો ને અસર પહોંચી છે. તેમજ લગ્ન પ્રસંગના આયોજનો મોકુફ રાખવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

વાંકાનેર તાલુકાના મહિકા ગામના સરપંચ ઈસ્માઈલભાઈ બાદીની પુત્રી સબીનાના આગામી તારીખ 23 માર્ચને સોમવારે નિકાહ હતા જે સમગ્ર મોરબી જિલ્લામાં 144 લાગુ કરવામાં આવી હોય તેમ જ કોરોના વાયરસથી ચાવચેતીના ભાગરૂપે મહીકાના સરપંચે આ લગ્ન સમારંભ મોકૂફ રાખવાનો નિર્ણય કરેલ છે.

મળતી માહિતી મુજબ મહીકાના સરપંચ ઇસ્માઇલભાઇ બાદીએ પોતાની દીકરીના લગ્ન માટે સગા સંબંધીઓ અને મિત્ર સર્કલમાં આમંત્રણ આપી દીધા હતા તેમજ જમણવાર માટે કેટરસને ઓર્ડર પણ આપી દીધો હતો. ત્યારે કોરોનાની પરિસ્થિતિના કારણે સરકારે લોકહિતમાં લીધેલા નિર્ણયને માન આપીને કોરાના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે વધુ માણસો ભેગા ન થાય તે માટે આ લગ્ન સમારંભ મોકૂફ રાખવાનો સરાહનીય નિર્ણય લીધેલ છે.

કોરોના વાઈરસ થી ડરો નહીં પણ સાવચેતી રાખો., તમારા હાથ વારંવાર સાબુથી ધુવો.., ભીડ વાળી જગ્યામાં ન જાઓ અને સરકાર તરફથી લગાવવામાં આવેલી 144ની કલમ એ લોકોના હિતમાં છે તેનું સંપૂર્ણ પણે અમલ કરો…

-કપ્તાન દ્વારા લોકહીતમાં પ્રસિદ્ધ

આ સમાચારને શેર કરો