રાજકોટ: કોરાનાનો વધુ એક શંકાસ્પદ કેસ…
રાજકોટ: કોરોના વાયરસને લઇ સમગ્ર દુનિયામાં દહેશત જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક દેશ આ મહામારી સામે બાથ ભીડવા માટે સાવચેતીના તમામ પગલાઓ લઇ રહ્યા છે. શંકાસ્પદોના તાકીદે સેમ્પલ લઇ નિદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.
અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા બાદ ત્યાંથી પરત ફરેલા યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. તો જર્મનીથી રાજકોટ આવ્યા બાદ શંકાસ્પદ જણાતા કોરોનાની શંકાએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ નાસી ગયેલા અને ત્યારબાદ ફરી હોસ્પિટલે નિદાન માટે આવી પહોંચેલા યુવાનનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.