રાજકોટ : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર માલીયાસણનો શખ્સ ઝડપાયો
રાજકોટ: શહેરના યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં યુનિવર્સિટી પોલીસે માલીયાસણ ગામના પટેલ શખ્સની ધરપકડ કરી હતી.
મળેલ માહિતી મુજબ યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારની સગીરને પાંચ મહિલા પહેલા પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાચ આપી માલીયાસણનો મયુર સાવલીયા નામનો શખ્સ ભગાડી ગયો હતો.
આ બનાવ અંગે સગીરાના પરિવારજનોએ ગત તા.20ના રોજ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી.રબારી, બી.જી.ડાંગરની ટીમે ચોક્કસ બાતમીના આધારે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર મયુર કમલેશ સાવલીયા (ઉ.વ.24) (રહે.માલીયાસણ ગામ પટેલવાસ)ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા પોતાને સગીરા સાથે પાંચ મહિના પહેલા મુલાકાત થઇ હતી. બાદ કુવાડવા પાસે ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું. બાદ જૂનાગઢ પણ લઇ ગયો હતો. આ અંગે પોલીસે શનિવાર સુધીના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.