skip to content

વાંકાનેર પંથકમાં સાંજે અડધાથી એક ઇંચ જેટલો વરસાદ

વાંકાનેર આજે સાંજના સાડા પાંચથી છ વાગ્યાની આસપાસ વાંકાનેર પંથકમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

આજે સાંજના વાંકાનેર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો હતો, અમુક વિસ્તારમાં અડધો ઇંચ તો અમુક વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યાના વાવડ મળી રહ્યા છે.

આ વરસાદથી ખેડુતો ધંધે લાગી ગયા છે માંડ માંડ ખેતીકામ પૂરું કર્યું હતું અને અગાઉ વાવવાની તૈયારી કરતા હતા તેવામાં વરસાદ પડતા હવે ખેડૂતોને મહેનત વધશે. અમૂક વિસ્તાર માં વરસાદ સાથે પવન પણ હતો.

આ સમાચારને શેર કરો