Placeholder canvas

હવામાન વિભાગની આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી…


હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. હાલ ગુજરાતના કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા નથી.આવતીકાલથી વરસાદનું જોર ક્રમશ ઘટશે. આ ઉપરાંત દરિયા વિસ્તારના લોકોને હાલ કોઈપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેધરાજા હળવા મૂડમાં વરસવાની શક્યતા છે.

હવામાન વિભાગના અધિકારી અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદપુરમાં હળવો વરસાદ વરસવાની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્માં જૂનાગઢ, સોમનાથ, કચ્છમાં પણ આગામી 24 કલાકમાં હળવા વરસાદની સંભાવના છે.

આ સમાચારને શેર કરો