Placeholder canvas

આગામી 5 દિવસ વરસાદની આગાહી, ઉત્તર ગુજરાત પર સંકટ…

હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં સાઇક્લોન સર્ક્યુલેશનની સિસ્ટમ એક્ટિવ થવાની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે. પરંતુ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં પણ વધુ સ્પેલમાં વરસાદ પડી શકે છે. હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે પણ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

આ સમાચારને શેર કરો