વાંકાનેર શહેર અને તાલુકામાં પોલીયોની કામગીરી 103% થઈ

વાંકાનેર શહેર અને તાલુકામાં ત્રણ દિવસ ચાલેલી પોલીયોની કામગીરીમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. શેરસિયા અને તેમના સાથી સ્ટાફે વ્યવસ્થિત આયોજનના સાથે પોલિયોની કામગીરી ખૂબ સારી રીતે સંપન્ન થઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર અને તાલુકામાં જુદી જુદી ટીમ બનાવીને પ્લાનિંગ પૂર્વક કામગીરી કરવામાં આવી હતી, વાંકાનેર તાલુકાના કુલ આઠ પી.એચ.સી અને એક અર્બન એટલે કે અને વાંકાનેર શહેર અને તાલુકામાં કુલ 29063 બાળકો ટાર્ગેટ હતા જેમને પોલિયોના ટીપા પીવડાવવાના હતા જેમની સામે 29949 બાળકોને ટીપા પીવડાવવામાં આવ્યા છે. આમ વાંકાનેર શહેર અને તાલુકાની પોલીયોની કામગીરી 103.05% થઇ છે.

આ ત્રણ ટકા વધારે કામગીરી થઇ તે પરપ્રાંતિય મજૂરો અને જેમનું નામ વાંકાનેર શહેર કે તાલુકામાં નોંધાયેલું નથી તેવા બાળકોને પણ પોલીઓના ટીપા પીવડાવી અને પોલિયો નાબૂદી નું ભારત સરકારના મિશન માટે ખુબ સરસ કામગીરી વાંકાનેરના તમામ પીએચસી અને અર્બનના સ્ટાફે કરેલ છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો