લે બોલ: દીપડો રાણેકપર, પંચાસિયા સુધી પહોંચી ગયો…!!😱
વાંકાનેર: લાગે છે કે હવે જંગલી જાનવર દીપડો વાઘ સિંહ વગેરે ને જંગલમાં બહુ ફાવતું નથી…! અને તેઓ ટહેલવા જંગલ બહાર નીકળી રહ્યા છે. અથવા તો માનવોએ તેમના રહેણાકના વિસ્તારમાં તેમને ખલેલ પહોંચાડવા લાગ્યા છે એટલે તેઓ પણ હવે માનવ વસાહત તરફ દેખા દેવા લાગ્યા લાગે છે….!!!
આજે બપોર પછી વાંકાનેર તાલુકાના રાણેકપર અને પંચાસીયા ગામ ની સીમમાં દીપડો ગત રાત્રે દેખાયો હોવાના સમાચારો વાયરલ થઇ રહ્યા છે. આ બાબતે કપ્તાનને બંને ગામમાં પૂછપરછ કરતા સ્થાનિક લોકોએ એવું જણાવ્યું હતું કે ગામમાં ચર્ચા થાય છે અને સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે. અમે જોયો નથી અને હજુ સુધી કોઈએ જોયો એવી વ્યક્તિ મળી પણ નથી.
આમ દીપડો પંચાસીયા અને રાણેકપર સુધી પહોંચ્યો એ એક ચર્ચાનો વિષય બની ગયો છે જો પહોંચ્યો હોય તો સીમમાં કામ કરતા ખેડૂતો અને સીંમમાં પશુ ચારવા જતા પશુપાલકો માટે થોડો ખતરો ઉભો થાય, હાલ વાયરલ થયેલા સમાચારને કપ્તાન પૃષ્ટિ નથી કરતું અને કોઈએ દેખ્યો હોય તેવી વ્યક્તિ હજુ સુધી સામે આવી નથી. જેથી કોઈએ ગમ્મત ખાતર વાયરલ કર્યું હોય તેવું પણ બને, પરંતુ આમ છતાં કપ્તાન એટલું જરૂર કહે છે કે ‘ચેતતા નર સદા સુખી’
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…