મોરબી: પોણાતેર કરોડના ખર્ચે નવનિર્મિત SP કચેરીનું CM રૂપાણીના હસ્તે લોકાર્પણ
મોરબી : મોરબીના સામાકાંઠે પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં હેલીપેડ ખાતે મુખ્યમંત્રી રૂપાણી મંત્રીમંડળના કાફલા સાથે હેલિકોપ્ટરથી આવી પહોંચ્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપના હોદેદારોએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. બાદમાં સીએમ પોતાના કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સો ઓરડી રોડ પર રૂ.12.71 કરોડના ખર્ચે નવી બનેલી એસ.પી. કચેરીએ પહોંચીને આ અદ્યતન એસ.પી. કચેરીનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં સીએમ રૂપાણી પોતાના કાફલા સાથે પંચાસર રોડ ઉપર મહિલા દૂધ ઉત્પાદક મંડળીના ચીલીગ પ્લાન્ટનું ખાત મૂહુર્ત કરવા રવાના થયા હતા.
સીએમ રૂપાણી સાથે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અન્ય મંત્રીઓ જયેશભાઇ રાદડિયા, કુંવરજીભાઇ બાવળીયા, સૌરભભાઈ પટેલ, સાંસદ મોહનભાઇ કુંડરિયા સહિતના આવી પહોંચ્યા હતા. હેલિપેડ ખાતે સીએમ રૂપાણીના હેલિકોપ્ટરનું ઉતારણ થયા બાદ જિલ્લા કલેકટર સહિત જિલ્લા વહીવટી તંત્ર અને એસીપી સહિતના પોલીસ સ્ટાફ અને ભાજપના હોદેદારો દ્વારા સીએમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સીએમના આગમનને પગલે પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને સીએમ રૂપાણી પોતાના કાફલા સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભેશ્વર રોડ ઉપર રૂ.12.71 કરોડના ખર્ચે નવી બનેલી એસપી કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં સીએમના હસ્તે નવી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીનું લોકપર્ણ કર્યું હતું. તેમજ પોલીસ માટે ઉપયોગી ત્રીનેત્ર એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી હતી. બાદમાં સીએમ પંચાસર રોડ ઉપર મહિલા દૂધ ઉત્પાદક મંડળીના કાર્યાલય અને ચીલીગ પ્લાન્ટનું ખાત મૂહુર્ત કરવા રવાના થયા હતા. જ્યાં મુખ્યમંત્રી મહિલા સહકાર સંમેલનને સંબોધન કર્યુ હતુ.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…