Placeholder canvas

વાંકાનેર: NMMSની પરીક્ષામાં પીપળીયારાજના વિદ્યાર્થીઓ મોરબી જિલ્લામાં ટોપ સ્થાને

દર વર્ષે સ્ટેટ બોર્ડ એક્ઝામિનેશન ગાંધીનગર ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ની પરીક્ષાઓ લેવાય છે તેમાં વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ના વિદ્યાર્થીઓ મોરબી જિલ્લા કક્ષાએ ચમકી આઠ જેટલા વિદ્યાર્થીઓ મેરીટમાં સફળ થઈ થયેલ છે. એક જ ગામના, એક જ શાળાના અને એક જ ક્લાસીસના વિદ્યાર્થીઓનો મેરીટમા આવવાનો આ રેકોર્ડ છે.
સમગ્ર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા શિક્ષક ઈલમુદીન કડીવારની મહેનત રંગ લાવી છે અને પોતાના ક્લાસીસના નામે જે સિદ્ધિઓ છે તેમની પરંપરા જાળવી રાખેલ છે.

ગુજરાત રાજ્યમાં સરકારી શાળામાં હાલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દર વર્ષે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કીમ અંતર્ગત પરીક્ષાઓ લેવામાં આવે છે જેમાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ મા દર વર્ષે ૧૨૦૦૦ હજાર એમ કુલ મળીને ૪૮ હજાર રૃપિયા જેટલી માતબર રકમ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તેના ખાતામાં જમા કરવામાં આવે છે.

નેશનલ મીન્સ કમ સ્કોલરશીપ 2022 નું આજે જાહેર થયેલ પરિણામમાં સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ અને દ્વિતીય નંબર જાળવી કુલ ૮ વિદ્યાર્થીઓ મેરીટ માં આવેલ છે.જેમાં 6 વિદ્યાર્થીઓ તાલુકા શાળા પીપળીયા રાજ, અને 2 વિદ્યાર્થીઓ પેટા શાળા 1 ના વિદ્યાર્થીઓ છે.

મેરીટ મા આવેલ વિદ્યાર્થીઓ.
૧) શેરસિયા એન્તેશા મુજફરહુસેન -144 (180)
(મોરબી જિલ્લા અને વાંકાનેર તાલુકા પ્રથમ)
૨) કડીવાર તસ્કિન ઇકબાલભાઈ -137 (180)
(મોરબી જિલ્લા અને વાંકાનેર તાલુકા દ્વિતીય)
૩) કડીવાર શામિયા ઇસ્માઇલભાઈ -125 (180)
(વાંકાનેર તાલુકા તૃતીય)
૪) કડીવાર આસ્ફા સબીરભાઈ -116 (180)
૫) શેરસિયા વસીમ યાસીનભાઈ -114 (180)
૬) કડીવાર મં. કૈફ નઝરૂદીનભાઈ -114 (180)
૭) કડીવાર રાબીયા અબ્દુલભાઈ -108 (180)
૭) ઉમરેટિયા સાઇમા અબ્દુલભાઈ -106 (180)

આ સમાચારને શેર કરો