Placeholder canvas

હત્યા-ગુજસીટોકનાં ગુનામાં ગેરકાયદે અટકાયત અને ટોર્ચર બદ્ધ કાર્યવાહીની માંગ કોર્ટે ફગાવી

મોરબીના નામચીન મમુદાઢીની હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરીફ મીરની ગેંગના સભ્ય રીયાઝ ડોસાણી દ્વ્રારા પોલીસે ગેરકાયદેસર અટકાયતમાં રાખી માર મારી, માનસીક ટોર્ચર કરી ખોટા ગુન્હામાં સંડોવી દેતા પોલીસ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા કરેલ અરજી રાજકોટની સ્પે. અદાલત દ્રારા રદ કરવામાં આવેલ છે.

મોરબીમાં સપ્ટેમ્બર-2021 માં બનેલ મહમદહનીફ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી રીયાઝ રજાકભાઈ ડોસાણીનાઓએ રાજકોટની સ્પે. અદાલતમાં અરજી કરી એવો આક્ષેપ કરેલ કે તા. 07/09/2021ના જે સમયે બનાવ બન્યો ત્યારે પોતે બનાવ સ્થળે નહી પરંતુ પોતાના ઘરે હતો અને વહેલી સવારના સાડા ત્રણ ચાર વાગ્યાના અરસામાં મોરબી એલ.સી.બી. પોલીસના અધિકારીઓ તેમને ઘરેથી નિવેદન લેવાના બહાને લઈ ગયેલ અને ત્રણ દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં શારીરીક અને માનસીક ટોર્ચર કર્યા બાદ તા. 10/09/2021 ના રોજ આરોપીને ગુન્હાના કામે અટક દર્શાવી આરોપીએ કરેલ

પોલીસ અત્યાચારની ફરીયાદ સુનાવણીર્થે આવતા આરોપી તરફે એવી રજુઆત કરાયેલ કે સર્વોચ્ચ અદાલતના ડી.કે. બાસુ ચુકાદામાં ઠરાવેલ માર્ગદર્શીકાનુ પોલીસે પાલન કરેલ નથી. જયારે સરકાર તરફે ગુજસીટોકના કાયદા અન્વયેના કેસોમાં ખાસ નિમાયેલ સ્પે. પી.પી. તુષાર ગોકાણીએ રજુઆત કરતા જણાવેલ હતુ કે આરોપીએ પોલીસ વિરૂધ્ધ કરેલ કથનો સંપૂર્ણપણે ખોટા અને પાયવિહોણા છે. આરોપીને અટક કર્યા બાદ અસંખ્ય વખત વિવિધ અદાલતોમાં હાજર કરવામાં આવેલ છે ત્યારે આરોપીએ આવી કોઈ ફરીયાદ કરેલ નથી.

બન્ને પક્ષકારોની વિસ્તૃત રજુઆતોના અંતે સ્પે.અદાલત એવા તારણ પર આવેલ કે આરોપી અદાલત સમક્ષ ચોખ્ખા હાથે આવેલ હોય તેવુ જણાતુ નથી આરોપી સત્ય બોલતા નથી જે હકીકત ધ્યાને લેતા આરોપીએ પોલીસ વિરૂધ્ધ કરેલ આક્ષેપોમાં લેશમાત્ર તથ્ય જણાતુ નથી તેવુ ઠરાવી આરોપીની અરજી રદ કરેલ હતી.આ કેસમાં સરકાર તરફે ગુજસીટોકના કેસો ચલાવવા ખાસ નિમાયેલ સ્પે. પી.પી. તુષાર ગોકાણી અને મૂળ ફરિયાદી વતી, એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા રોકાયેલા હતાં.

આ સમાચારને શેર કરો