લૉકડાઉન : રાજ્યમાં રવિવારથી શરતોને આધીન દુકાનો ખોલવાની છૂટ, મંજૂરી લેવાની પણ જરૂર નહીં

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્ત્વનો નિર્ણય, ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ નિર્ણય લીધો, જાણો શરતો વિસ્તારથી…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાના અનુસંધાને રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર તરફથી ખાસ કહેવામાં આવ્યું છે કે દુકાનદારે દુકાન ચાલુ કરવા માટે કોઈને મંજૂરી લેવાની પણ જરૂર નથી. તેમણે ફક્ત દુકાન નોંધણીનું સર્ટિફિકેટ કે લાઇસન્સ સાથે રાખવું પડશે. આ છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે.

તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. દુકાનોમાં માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. દુકાનદારોએ કલેક્ટર પાસે પાસ લેવા જવાની પણ જરૂર નથી. દુકાનદારો પોતાના ગુમાસ્તાધારાનું લાઇસન્સ સાથે રાખી અને દુકાનો ખોલી શકશે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાત માં IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.

પાનના ગલ્લા નહીં ખુલે : પાનના ગલ્લા કે દુકાનોમાં ખોલી નહીં શકાય. આ ઉપરાંત સલૂન ખોલી શકાશે કે નહીં તે અંગે સાંજ સુધી નિર્ણય કરાશે. પગરખાની દુકાનો પણ નહીં ખોલી શકાય. સરકારના મતે જીવન જરૂરિયાત સિવાયની ચીજો વસ્તુ વેચતી દુકાનો નહીં ખુલે. પગરખા દુકાનો નહીં ખુલે. આઇસક્રિમ પાર્લરો નહીં ખુલે. નાસ્તા ફરસાણની દુકાનો અને ઠંડા પીણાં ની દુકાનો પણ નહીં ખુલે.

શુ ખોલી શકાશે? :સ્ટેશનરી દુકાનોને છૂટ..કારીયાણા છૂટ…મોબાઈલ રિચાર્જ દુકાનો ખુલશે…પંચર દુકાનો ખુલશે….ઇલેક્ટ્રિક દુકાનો ને છૂટ….એસી રિપેરિંગ દુકાનો ખુલી શકશે…

ફાસ્ટફૂડ અને હોટેલ રેસ્ટોરન્ટ વિશે સાંજે નિર્ણય કરવામાં આવશે…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BCHJZFw2oPOBxQoU0OIduP

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો