skip to content

સુરત : ખાવાનું ન મળતા UPના લોકો વતન થયા રવાના,પોલીસ અટકાવતા પથ્થરમારો

પાંડેસરા વિસ્તામાં મોડી રાત્રે 1000 લોકોનું ટોળું રસ્તા પર નીકળતા પોલીસે તમામને અટકાવ્યા, ગુસ્સા ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો.

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ગામ ખાતે મોડી રાત્રે આ વિસ્તારમાં રહીને મીલોમાં મજૂરી કામ કરતા ઉત્તર પ્રદેશના લોકો રસ્તા પર નીકળ્યા હતા. લૉકડાઉનને કારણે છેલ્લા થોડા સમયથી તેમની પાસે કામ, પૈસા અને ખાવાનો સામાન ન હોવાથી તમામ લોકો મોડી રાત્રે પગપાળા વતન જવા નીકળ્યા હતા. પોલીસે આ લોકોને અટકાવતા તેમનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો અને લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ મામલે પોલીસે મોડી રાત્રે 100 લોકોની અટકાયત કરી છે. પોલીસે આ વિસ્તારમાં સોમવારે પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

સુરતના પાંડેસરા અને સચિન વિસ્તારમાં કાપડની મિલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો મોટી સંખ્યામાં રહે છે. કોરોના વાયરસને લઇને લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે છે ત્યારે આ શ્રમિકોની હાલત કફોડી બની છે. તેમની પાસે નથી જમવાનું કે નથી રાશન લેવાના રૂપિયા. આ કારણે આ વિસ્તારના શ્રમિકોએ વતન જવાનું નક્કી કર્યું હતું. રવિવારા રાત્રે 1 હજાર કરતા વધુ લોકો પગપાળા ઉત્તર પ્રદેશ જવા નીકળ્યા હતા. પોલીસે આ તમામ લોકોને અટકાવ્યા હતા અને તેમની સમસ્યા જાણી હતી. લોકોનું કહેવું હતું કે તેમની પાસે જમવાનું નથી. જેથી તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે. જે બાદમાં પોલીસે સવાર સુધી રાહ જોવાનું કહેતા જ ટોળાએ પોલીસ પર પથ્થરમારો ચાલુ કર્યો હતો. પોલીસના જવાનો ભારે મુશ્કેલીથી જીવ બચાવવામાં સફળ રહ્યાં અને જીપની પાછળ સંતાઇ ગયા હતા.

જે બાદમાં કંટ્રોલરૂમને ફોન કરીને વધુ પોલીસ કાફલો મંગાવવામાં આવ્યો હતો. જે બાદમાં 200થી 300 જેટલો કાફલો પહોંચી ગયો હતો. પરંતુ આ સમય દરમિયાન મોટાભાગના લોકો પલાયન થઈ ગયા હતા. જે બાદમાં પોલીસે લોકોના ઘરોમાં ઘૂસીને પથ્થરમારો કરનારા લોકોને બહાર કાઢ્યા હતા અને ફટકાર્યા હતા. પોલીસે 100થી વધારે લોકોની અટકાયત કરી હતી. પથ્થરમારા દરમિયાન પોલીસના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે તોફાને ચડેલા શ્રમિકોને નિયંત્રણમાં લેવા માટે ટીયરગેસના પાંચ સેલ છોડ્યા હતા અને એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. રાત્રે 11:30 વાગ્યે થયેલી આ બબાલને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ પેદા થઇ હતી.

વિવર્સ ઇન્ડસ્ટ્રીમાં 2.50 લાખ જેટલાં શ્રમિક છે. જેઓ બહારથી આવ્યા છે. લૉકડાઉનના પગલે લગભગ 10થી 12 હજાર જેટલા પોતાના ગામ જતા રહ્યા છે. તેમને અટકાવવાના ઘણાં પ્રયત્નો કરાયા હતા. તંત્રએ 5 હજાર લોકો માટે બે ટંકના જમવાની પણ વ્યવસ્થા કરી છે. તે સિવાય તેમના રૂમને સેનિટાઇઝ કરાઇ રહ્યા છે. કોઇ પાસેથી પણ મકાનનું ભાડું પણ નથી માંગવામાં આવી રહ્યું. સેવાભાવી લોકો આ વિસ્તારમાં જમવાની પણ વ્યવસ્થા કરી રહ્યા છે. જોકે, આમ છતાં જે લોકો ભૂખ્યા રહે છે તેઓ પોતાના વતન તરફ ભાગી રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો