Placeholder canvas

“પત્રકાર એકતા સંગઠન”ના ઝોન-૭નું અધિવેશન ૧૯મી જાન્યુઆરિએ વડોદરા ખાતે યોજાશે


પ્રદેશ હોદ્દેદારો અને ઝોન પ્રભરીઓ સહિત આગેવાનો ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

પત્રકાર એકતા સંગઠનની પ્રથમ મીટીંગ ગાંધીનગર ખાતે યોજાઇ ત્યારથી સતત જોન અધિવેશનનો યોજાઇ રહ્યા છે. આગામી ૧૯મી જાન્યુઆરી ને રવિવારે બપોરે ૨/૦૦ થી ૫/૦૦ સુધી વડોદરા ખાતે યોજાશે. જેમાં વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓનાં પત્રકાર ભાઈ/બહેનો, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના તમામ પત્રકારોને આ અધિવેશનમા ખાસ હાજર રહીને પોતાના સજેશન, સમસ્યાઓ માટેની ચર્ચામાં ભાગ લેવા જાહેર આમંત્રણ વ્યવસ્થાપક મંડળ તરફથી આપવામા આવેલ છે.

ગુજરાત ના તમામ જિલ્લા અને તાલુકાઓની કારોબારી સાથેનુ વિશાળ અને મજબુત સંગઠન સાકાર થઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતના પત્રકારો એક જ માળાના મણકા બનાવવાના આ ભગીરથ યજ્ઞના સાક્ષી બનવા તેમજ સંપૂર્ણ લોકશાહી પ્રણાલી સાથે તમામ જિલ્લાના સંગઠનની રચના પણ સર્વાનુમતે થશે.

દેશ કે રાજ્ય ૨૧ મી સદી તરફ પ્રગતિ કરી રહ્યા છે,ત્યારે પત્રકારો ને ૧૮ મી સદી તરફ ધકેલવા નો પ્રયાસ થઇ રહ્યો છે. ૨૫ વર્ષ પહેલાં પત્રકારો ને સરકારી લાભો મળતા હતા તે છીનવાઈ રહ્યા છે. સમગ્ર દેશમાં સૌથી વધુ ખરાબ હાલત પત્રકારોની ગુજરાતમા છે.આં સત્ય બધા પત્રકારો જાણે છે, છતાં પણ ચૂપ છે. ત્યારે સૌ સાથે મળી,સંગઠિત બની, સમસ્યાઓના ઉકેલ માટે જાગવું પડશે અને એક થઈને કામ કરવુ પડશે. તેઓ સંગઠનના કાર્યકારી પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો