Placeholder canvas

વાંકાનેર: ચેક રિટર્ન કેસમાં મહીકાના નઝરૂદિન બાદીને 6 માસની કોર્ટે સજા ફરમાવી

વાંકાનેર: સબંધના દાવે હાથ ઉછીના આપેલા રૂપિયા એક લાખની ચૂકવણી પેટે આપેલ ચેક રિટર્ન કેસમાં મહીકાના આરોપી નજરૂદ્દીન ગનીભાઇ બાદીને કોર્ટે સજા કરી છે.

આ કેસની હકીકત એવી છે કે હરેશ વ્રજલાલ કારિયાએ મહીકાના રહેવાસી નજરૂદિન ગનીભાઇ બાદીને સબંધના દાવે હાથ ઉછીની રકમ રૂપિયા એક લાખ આપેલ હતી, જે પરત કરવા માટે ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થતાં વાંકાનેર કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતાં આ કામના ફરિયાદીએ પોતાનો કેસ નિ:શંકપણે સાબિત કરેલ હોય જેથી આ કામના આરોપી નજરૂદિન ગનીભાઇ બાદીને જજ એમ સી પટેલ સાહેબે છ માસની સજા અને ફરિયાદીને વળતર પેટે ચેકની રકમ ચૂકવવાનો અને જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે. આ કામના ફરિયાદીના વકીલ ફારૂકભાઇ એસ. ખોરજીયાએ કરેલ દલીલને માન્ય રાખી આ કામના આરોપી અને નામદાર કોર્ટે સજાનો હુકમ કરેલ છે.

આ કામના ફરિયાદી વતી વકીલ તરીકે ફારુક એસ. ખોરજીયા નાસીર એમ. જામ અને સુનીલ મહેતા રોકાયેલા હતા.

આ સમાચારને શેર કરો