Placeholder canvas

વાંકાનેર: પંચાસીયા દૂધ મંડળીના પ્રમુખ-મંત્રી વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની પંચાસીયા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીએ રૂપિયા 60 હજારની હિસાબી ગેરરીતિ કરતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા મંડળીના પ્રમુખને અધિકૃત કરી કાયદેસરની કાર્યવાહી કરવા ફરમાન કરાયું હતું પરંતુ પ્રમુખે મંત્રી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરી મોરબી દ્વારા પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ છેતરપિંડી મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની પંચાસીયા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી સમીરભાઇ હુસેનભાઇ માથકીયાએ વર્ષ 2020થી 2022 દરમિયાન પશુઓનું રાજદાણ બગડી ગયેલ હોય રૂ.60 હજાર ડુબત લેણા ફંડનો ખોટી રીતે હીસાબ તૈયાર કરી ઉચાપત કરી હોવાનું જિલ્લા રજિસ્ટ્રાર કચેરી મોરબીના ધ્યાને આવતા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પ્રમુખ નજરૂદીન અમીભાઇ ખોરજીયાને અધિકૃત કરવામા આવેલ પરંતુ પ્રમુખે આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરતા આ ગંભીર મામલે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી મોરબીના સિનિયર ક્લાર્ક ભરતભાઇ બીજલભાઇ ડાંગર વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી મંત્રી સમીરભાઇ હુસેનભાઇ માથકીયા અને પ્રમુખ નજરૂદીન અમીભાઇ ખોરજીયા વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 406,420 અને 114 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો