Placeholder canvas

વાંકાનેર: સ્કૂટર ઉપર દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો.

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમના કાચા રસ્તેથી જી.જે. 36 એ.ઇ.6685 નંબરના સ્કૂટર પર નીકળેલા ધનજીભાઈ નરસીભાઈ વિઠલાપરાને અટકાવીને તલાશી લેતા તેના સ્કૂટરમાંથી વાઇટલેસ વોડકા બ્રાન્ડ વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 7,200 મળી આવતા પોલીસે 40 હજારના સ્કૂટર સહિત કુલ રૂ.47, 200ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો