Placeholder canvas

પંચાસર પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રિય યોગા દિવસની ઉજવણી…

વાંકાનેર: પી.એચ.સી. તિથવાની શ્રી પંચાસર પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રિય યોગા દિવસની ઉજવણી અનુસંધાને યોગાનું આયોજન કરીને યોગા કરવામાં આવેલ અને તેનું મહત્વ વિશે સમજાવામાં આવેલ.

મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી કે.જે.દવે અને જીલ્લા QAMO ડો.હાર્દિક રંગપરીયાની સૂચના મુજબ આજ રોજ આંતર રાષ્ટ્રિય યોગા દિવસની ઉજવણી નિમિતે આગામી સમયમાં યોગાથી થતાં ફાયદા શું થાય તે માટે પંચાસર ગામમાં પ્રાથમિક શાળામાં યોગાનું આયોજન કરવામાં આવેલ જેના અનુસંધાને મેડિકલ ઓફિસર ડૉ.આરજૂ મેડમ અને mphs અજાણા ના માર્ગદેશન હેઠળ cho ડો.અશરફ વડાવીયા MPHW પંડ્યાભાઈ અને fhw સરતાજબેન ની ટીમ બનાવવામાં આવી અને પ્રાથમિક શાળાનાં આચાર્ય દિપકભાઇ અને તેમનો શિક્ષક સ્ટાફ દ્વારા યોગા કરાવેલ અને તે વિશે સમજણ આપેલ તથા આ જુંબેશમાં સહભાગી બનીને લોક સહકાર થકી ગુજરાત સરકારના આ અભિયાનને સાકાર બનાવીએ.

આ સમાચારને શેર કરો