વાંકાનેર: રાતીદેવરી ખાતે આજે રાત્રે ઈશાની નમાજ પછી જશ્ને શાદીના પ્રસંગે તકરીરનો પ્રોગ્રામ

By Arif Divan -Wankaner

ઇસ્લામના અંતીમ નબી, ભાઇચારાનો, શાંતી, સલામતીનો સંદેશો આપનાર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહોતઆલા અલૈહી વસ્સલમની પ્રસંશામાં તથા યુસુફભાઈ આહમદભાઈ અમનજીભાઇ કડીવારના પુત્ર સૈયફુદીનભાઈ ના લગ્ન પ્રસંગના શુભ અવશરે આજે ગુરૂવારની રાત્રે ઈશાની નમાજ બાદ વાંકાનેરના રાતીદેવરી ગામે તેમના ધરે જશ્ને શાદી નિમિતે તકરીરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં મુખ્ય વકતા વાંકાનેરના પલાસડી ગામેથી મોલાના યુસુફનૂરી સાહેબ લોકોને ભાઇચારાનો, અમન, શાંતી, સલામતીનો સંદેશ તથા ઇસ્લામે આપેલ પતિ – પત્ની ના હક્કો, તલાક ના નીતી નિયમો વીશે, લગ્ન જેવા શુભ પ્રસંગે થતા વધુ પડતાં ખર્ચ, ખોટા રીત રીવાજો થી દૂર રહેવા સમજ અને સંદેશો આપશે.

લગ્ન પ્રસંગે ખુશીના અવશરે રાખેલ તકરીર ના પ્રોગ્રામમાં પધારવા યુસુફભાઈ આહમદભાઈ અમનજીભાઇ કડીવાર તથા તેમના પરિવારજનો તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહીતી માટે મો : 97251 64367 સંપર્ક કરવો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો