ટંકારાના રિલાયન્સ પેટ્રોલપંપ પાસેથી દેશી દારૂ ભરેલ રીક્ષા સાથે એક ઝડપાયો

ટંકારા: રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ પાસેથી રીક્ષામાં દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ટંકારા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈ તેમજ સીપીઆઈ એચ એન રાઠોડના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ મથકના પી એસ આઈ બી ડી પરમારની સુચનાથી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસ સ્ટાફના એપી જાડેજા અને કિશોરદાન ગંભીરદાન ગઢવીને બાતમી મળી હતી…

રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ રોડ પરથી આરોપી દીપકભાઈ રાઘવજીભાઈ આહિયા રહે-રાજકોટ હુડકો ચોકડી જી.રાજકોટ વાળાની એક અતુલ શક્તિ રીક્ષા જીજે ૧૭ યુ ૫૭૦૪ વાળીની પાછળની સીટ નીચેથી દેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવતા અતુલ શક્તિ રીક્ષાની તલાસી લેતા તેમાંથી દેશી દારૂ ભરેલ કોથળી નંગ-૧૫૨ કીમત રૂ.૧૫,૨૦૦ તથા અતુલ શક્તિ રીક્ષા કીમત રૂ.૬૫,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૮૦,૨૦૦ સાથે આરોપી દીપકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો અન્ય આરોપી સુનીલ દેવીપુજક રહે-રાજકોટ અને દિગુભા રહે-શકત શનાળા વાળાનું નામ ખુલતા તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ટંકારા પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ બી ડી પરમાર, વિજયભાઈ બાર, એ પી જાડેજા, કિશોરદાન ગઢવી, સિદ્ધરાજસિંહ જાડેજા, વિજયભાઈ ચાવડા સહિતની ટીમે કરેલ છે

આ સમાચારને શેર કરો