Placeholder canvas

મોરબી: અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા 4 યુવાનોનાં મોત

મોરબીના માળીયા ફાટક પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. બાઇકને અજાણ્યા વાહને અડફેટે લેતા ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. મળતી માહિતી પ્રમાણે આ ચારેય મૃતકો રાજસ્થાનના હોવાની માહિતી સામે આવી છે. હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડીને મૃતદેહને પીએમ માટે ખસેડ્યા છે. આ અકસ્માત બાદ આસપાસના લોકો પણ એકત્ર થઇ ગયા હતા.

મૃતકોના નામ

તેજારામ વખતારામ ગામેતી (ઉ.વર્ષ- 17)

શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વર્ષ -19)

સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વર્ષ -18)

મનાલાલ ઉમેંદજી કળાવા (ઉ.વ.19) – શિવજીભાઈ પ્રતાપભાઈનો સાળો છે,

આ તમામ મૃતકો  ઉદયપુર, રાજસ્થાનના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું  છે.

આ સમાચારને શેર કરો