વાંકાનેર: ઢુવા ઓવર બ્રીજ પાસેથી દેશી મેગ્જીનવાળી પીસ્તોલ સાથે એક ઝડપાયો

મોરબી એલ.સી.બી. દ્વારા ઢુવા ઓવર બ્રીજ નજીક સર્વીસ રોડ પાસેથી દેશી મેગ્જીનવાળી પીસ્તોલ નંગ-1 (કી.રૂ. 10,000)ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 5ના રોજ મોરબી એલ.સી.બી.ના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, વાંકાનેર અરૂણોદય સોસાયટીમાં રહેતો ગીરીરાજસિંહ ગફલસિંહ ચાવડા હાલમાં મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઢુવા ઓવરબ્રીજ પાસે ઉભેલ છે. જેના પેન્ટના નેફામાં ગે.કા. હથીયાર પીસ્તોલ છે. તેવી ચોકક્સ બાતમીના આધારે ઢુવા ઓવરબ્રીજ પાસેથી એલ.સી.બી. મોરબીના પોલીસ સ્ટાફે કોમ્બીંગ કરી એક ઇસમને પકડી પાડી તેની પાસેથી પસ્તોલ નંગ-1 (કિ.રૂ. 10,000) મળી આવતા આરોપીને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવેલ છે. આ કેસમાં મધ્યપ્રદેશના રાજેશનદાનું નામ ખુલ્યું હોવાથી પોલીસે તેની સામે પણ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ સમાચારને શેર કરો
  • 155
  •  
  •  
  •  
  •  
  •  
    155
    Shares