Placeholder canvas

આજે સંગીતકાર એ.આર.રહેમાન અને ક્રિકેટર કપિલદેવનો જન્મદિવસ

છઠ્ઠી ડીસેમ્બર એટલે ભારતના મહાન સંગીતકાર એ આર રહેમાન અને ક્રિકેટર કપિલ દેવ જન્મ આ બંને સત્ય પોતપોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચ્યા અને ભારતને ગૌરવ અપાવ્યું આજે તેમના જન્મદિવસે તેમના જીવનની આછી ઝલક પર નજર કરીએ.

એ.આર.રહેમાન

એ.આર.રહમાન એટલે અલ્લાહ રખા રહેમાનનો જન્મ 6 જાન્યુઆરી 1966માં તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં થયો હતો. રહેમાનને સંગીત પોતાના પિતાના વારસામાં મળ્યું છે. તેમના પિતા આર.કે.શેખર મલયાલી ફિલ્મોમાં શિક્ષણ આપતા હતા. સંગીતકારે સંગીતની શિક્ષા માસ્ટર ધનરાજ પાસેથી પ્રાપ્ત કરી. રહેમાન જ્યારે 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું દેહાંત થઈ ગયું અને પૈસા માટે પરિવારના લોકોએ વાદ્યયંત્ર પણ વેચવું પડ્યું.

તેમના સંગીતમાં એક અનોખી કશીશ છે જે શ્રોતાઓના દિલો-દિમાગને સૂકુન આપે છે. ગોલ્ડન ગ્લોબ, ઓસ્કાર, ગ્રેમી, ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવેલા એ.આર.રહમાનની સિદ્ધિઓ અને તેમના સંગીતનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. જોકે આજના એ.આર.રહમાન સફળતાના શિખર સુધી કંઈ કૂદકો મારીને પહોંચ્યા નથી. તેમણે જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે. અને સંઘર્ષની આગમાં તપીને તે કુંદન બનીને બહાર નીકળ્યા છે. અદભુત સંગીતકાર હોવાની સાથો-સાથ રહેમાન એક ઉમદા વ્યક્તિ પણ છે. જે ક્યારેય કોઈ વિવાદમાં સપડાયા નથી. સફળતાની સાથો-સાથ તેમની સાદગી પણ લોકોને આકર્ષતી રહી છે.

એ.આર.રહમાનની કમાલની વાત એ છે કે દિલીપ કુમારમાંથી તેવો એ.આર.રહમાન બન્યા તેમની પત્નીનું નામ સાયરા બાનો છે. અને જાણીતા અભિનેતા દિલીપ કુમારની પત્નીનું નામ પણ સાયરબાનું છે.

કપિલદેવ

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં 6 જાન્યુઆરીનો દિવસ હંમેશાને માટે યાદગાર છે. આજના દિવસે જ વર્ષ 1959માં ચંદિગઢમાં જન્મ લેનારા કપિલ દેવ નિખંજે વિશ્વ ક્રિકેટ ઇતિહાસ એવો લખ્યો કે, જેને ફરી થી દોહરાવવો મુશ્કેલ જ નહી નામુમકીન છે. વ્યક્તિગત રુપે તેમણે જે ઉપલબ્ધિયો પોતના 16 વર્ષના કેરિયરમાં હાંસલ કરી હતી, જેમાંના કેટલાંક રેકોર્ડને આજ સુધી કોઇ ખેલાડી પહોંચી શક્યુ નથી. અમદાવાદ સાથે પણ જોડાયેલો છે તેમની ખાસ ઉપલબ્ધી. તેમણે બોલીંગ દ્રારા અમદાવાદમાં વેસ્ટઇન્ડીઝ સામે જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ.

કપિલ દેવે પોતાના કેરિયરની શરુઆત 16 ઓક્ટોબર 1978માં પાકિસ્તાન સામે ફેસલાબાદમાં કરી હતી. જે મેચમાં તેમનુ પ્રદર્શન ખાસ રહ્યુ નહોતુ. બેટીંગમાં 8 રન બનવાવા ઉપરાંત બોલીંગમાં તેમણે એક જ વિકેટ ઝડપી હતી. જોકે આવા પ્રદર્શન બાદ પણ તેમણે ક્યારેય પાછળ વળીને જોયુ નહોતુ. પોતાના સમયના તે સૌથી સફળ ભારતીય કેપ્ટન અને ક્રિકેટ ખેલાડી હતા. તેમણે ભારતને 1983માં વન ડે ક્રિકેટનો વિશ્વ ખિતાબ જીતાડ્યો હતો. જે અદ્ભુત કારનામુ પણ કપિલ દેવે જ કર્યુ હતુ. જેની મિશાલ આજે પણ આપવામાં આવે છે.

કપિલ દેવે ભારતને ત્યારે વિશ્વચેમ્પિયન બનવાવ્યુ હતુ જ્યારે વેસ્ટ ઇન્ડીઝને બોલબાલા વર્તાતી હતી. લગાતાર બે વિશ્વ કપ જીતવા બાદ વેસ્ટઇન્ડીઝની ટીમ હેટ્રિક કરવાના ઇરાદે ટુર્નામેન્ટમાં આવ્યુ હતુ. પરંતુ કપિલ દેવની કેપ્ટનશીપ વાળી યુવા ટીમે કેરેબિયન ટીમને લો સ્કોરીંગ ફાઇનલ મેચમાં ચારે બાજુ થી ચિત્ત કરી દઇને જીત માટેના 184 રન હાંસલ કરવા દિધા નહોતા. ભારતે 43 રને જીત હાંસલ કરી ને વિશ્વ ચેમ્પિયન બન્યુ હતુ. કપિલે વિશ્વ કપની 8 મેચમાં 303 રન બનાવ્યા હતા જ્યારે 12 વિકેટ અને 7 કેચ પણ ઝડપ્યા હતા.

ટીમ ઇન્ડીયાને જીતની ઉર્જા કપ્તાન કપિલ દેવની ઝીમ્બાબ્વે સામેની મેચમાં 175 રનની ઇનીંગ થી મળી હતી. તે મેચમાં 17 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર સુનિલ ગાવાસ્કર અને શ્રીકાંત ખાતુ ખોલ્યા વિના જ પેવેલિયન પરત ફરી ગયા હતા. ત્યાં મોહિન્દર અમરનાથ (5), સંદિપ પાટીલ (1) અને યશપાલ શર્મા (9) કોઇ કમાલ દર્શાવી શક્યા નહોતા. આવા મુશ્કેલ સમયે છઠ્ઠા નંબર પર બેટીંગ કરવા માટે ઉતરેલા કપિલ દેવે એવો જાદુ કર્યો કે જેની કોઇએ કલ્પના નહી કરી હોય.

કપિલ દેવએ રોજર બીન્ની (22), રવિ શાસ્ત્રી, મદનલાલ અને સૈયદ કિરમાની (અણનમ 24) મળીને પારીને સંભાળી હતી. બીજા છેડા થી ધુંઆધાર બેટીંગ કરતા કપિલે 138 બોલમાં 175 રનની અણનમ ઇનીંગ રમી હતી. આ દરમ્યાન તેમણે 16 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા હતા. આ વન ડે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્રારા ફટકારવામાં આવેલુ પ્રથમ શતક હતુ. કપિલની આ શાનદાર ઇનીંગને લઇને ભારતે 60 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 266 રનનો સ્કોર ખડક્યો હતો. જેના બાદ ભારતીય બોલરોએ કહેર વર્તાવ્યો હતો. ભારતને 3 ઓવર બાકી રહીને 31 રને જીત મળી હતી. કપિલે બોલીંગમાં પણ સૌથી કરકસર ભરી બોલીંગ કરીને 11 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ હાંસલ કરી હતી. તેમના સિવાય મદનલાલ એ 3, રોજર બિન્નીએ 2 અને બવવિંદર સંધૂએ 1 વિકેટ ઝડપી હતી.

કપિલ દેવ વર્ષ 199 માં ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદે પણ સેવા આપી રહ્યા હતા પરંતુ તેમના કાર્યકાળ દરમ્યાન ભારતીય ટીમનુ પ્રદર્શન કંઇ ખાસ રહ્યુ નહોતુ. જોકે બાદમાં તેમણે ખુબ ઝડપ થી કોચ પદ થી મુક્તિ મેળવી લીધી હતી. તેઓને 1979-80માં અર્જૂન પુરસ્કાર, 1982માં પજ્ઞશ્રી, 1983માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર, 1991માં પજ્ઞવિભૂષણ અને 2002માં વિઝડન ભારતીય ક્રિકેટર ઓફ ધ સેન્ચુરી તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

કપિલ દેવના જીવન પર ફિલ્મ ’83’ પણ આ વર્ષે રીલીઝ થવા જઇ રહી છે. રણવિર સિંહ, દિપીકા પદુકોણ, પંકજ ત્રિપાઠી અન્ય સ્ટાર પાત્રોએ જેમાં અભિનય આપ્યો છે. ફિલ્મ ’83’ વર્ષ 1983 માં ભારતે પ્રથમ વાર વિશ્વકપ જીત્યો હોવાને લઇને કહાની છે. જેમાં કપિલ દેવ ની ભૂમિકામાં રણવિર સિંહ દેખાશે. આ ફિલ્માના નિર્દેશક કબીર છે. ફિલ્મ 83 રિયલ બેસ્ટ ઘટનાઓ પરથી સૌથી મોટી ફિલ્મમાંથી એક છે. આ ફિલ્મ આમ તો 2020માં રીલીઝ કરવાની હતી પરંતુ કોરોના મહામારીને લઇને હવે તે 2021માં રિલીઝ કરવામાં આવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો