skip to content

ઘુનડા પાસે અકસ્માતમાં પંચાસિયાના એક યુવકનું મોત બીજાને ગંભિર ઇજા

વાંકાનેર: તન્કારાના ઘુનડાપાસે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયું હતું જેમાં એક પંચાસીયા ના યુવકનું મોત થયું છે અને એક યુવક સીરીયસ છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના બે યુવક મોરબી જઇ રહ્યા હતા ત્યારે ઘુનડા પાસે એક કાર સાથે તેમનું બાઇક્નુ અકસ્માત થતા એક યુવકના મોત થયું છે અને એક યુવકનિ સ્થિતી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

વધુ માહિતી મળ્યા મુજબ ઘુનડા પાસે રાતીદેવડીના પૂર્વ સરપંચ ભોરણીયા હુસેન સાજીનો પુત્ર પોતાની ગાડીમાં બહેનને ડીલેવરી સબબ મોરબી જઇ રહ્યા હતા ત્યારે પંચાસીયા ગામ ના બે યુવક મોરબીથી બાઈકમા આવતા આ કાર સાથે અકસ્માત થયુ હતુ. જેમા ખોરજીયા માહીન રસુલ અને સબીર અબ્દુલ કડિવાર (બન્નેની ઉમર આશરે 25 વર્ષ)ને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને 108 માં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની જાણ થતા જ પંચાસિયાના બન્ને યુવાનોના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જેમાંથી ખોરજીયા માહિન નું મૃત્યુ થયું છે. જ્યારે કડીવાર શબ્બીર અબદુલભાઇ સિરિયસ હોવાથી તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાંથી પ્રથમ આયુષ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે. તેઓની સ્થિતિ પણ ગંભીર હોવાની માહિતી મળેલ છે. તેમજ ઇકો કારમાં બેઠેલા સગર્ભા બહેનને પણ પછાડાટ લાગતા તેઓને મોરબી હોસ્પિટલ ખાતે તપાસ કરાવ્યા બાદ રાજકોટ ખસેડવામાં આવેલ છે. જે રાતિદેવળીના પુર્વ સરપંચ હુસેન સાજીની દીકરી છે અને ચંદ્રપુર સાસરે છે તેવી માહિતી મળી છે

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો