વાંકાનેરમાં કોંગ્રેસની વધુ એક વિકેટ ખડી: ભલગામના જુના દલિત સમાજના આગેવાન મોહનભાઈ બેડવાએ ભાજપનો ખેસ પહેર્યો

વાંકાનેર તાલુકાના ભલગામમાં રહેતા અને ૨૦ વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા દલિત સમાજના આગેવાન મોહનભાઈ હમીરભાઇ બેડવા ગતરાત્રે કોંગ્રેસને બાય બાય કરીને ગોરધનભાઈ સરવૈયાના હાથે ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં જોડાઈ ગયા છે.

ભાજપમાં જોડાતા આ દલિત અગ્રણી મોહનભાઈ બેડવાએ જણાવ્યું હતું કે હું આજથી મહીકા જિલ્લા પંચાયત અને તેની નીચે આવતી ચારે ચાર તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારને જીતાડવા માટેની મહેનતમાં લાગી જઈશ.

આ દલિત સમાજના અગ્રણી ભાજપમાં આવતા આ સીટ ઉપર ભાજપના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોને દલિત સમાજના મતો નો લાભ થશે.

મોહનભાઈ બેડવા જેવા પીઢ અગ્રણી ભાજપમાં આવતા ભાજપની તાકાતમાં વધારો થયો છે. ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે, હવે જીત સામે દેખાતા કાર્યકરો ગોરધનભાઈ અને તેમના સાથે ચારે-ચાર તાલુકા પંચાયતના સભ્યોના પ્રચાર કાર્યમાં ભરપૂર મહેનત કરી રહ્યા છે.

આ સમાચારને શેર કરો