ટંકારાના નેકનામ ગામે મુબઈથી 2 દિવસ પહેલા આવેલા ૨૩ વર્ષીય યુવાન થયો કોરોના સંક્રમિત
મુબઈ ટાઈલ્સ શોરૂમ સાથે સંકળાયેલ હસમુખ ભિમજીભાઈ ચિકાણી નેકનામ પટેલ સમાજ પાસે રહે છે.
By Jayesh Bhatasana -Tankara
ટંકારા: નેકનામ ગામનો 23 વર્ષીય પટેલ યુવાન લોકડાઉન ખુલયા બાદ ધંધાથે મુબઈ ગયા હતા અને ૧૦ તારીખે રીટર્ન થતા શરદી જેવુ લાગતા ૧૧ તારીખે પડધરી સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે સમપલ લીધુ હતુ જેનો આજે રાજકોટ થી રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
પરીવાર મા મમ્મી પપ્પા અને એક ભાઈ છે કોઈ ને મળ્યા નથી અને હાલ નેકનામ તેના ધરે છે. ટંકારાનો આ બીજો કેસ છે. આ સાથે મોરબી જિલ્લાનો કોરોના કેસનો આંકડો 104 પહોંચી ગયો છે.