મોરબીમાં કોરોનાને લીધે દરબારગઢ વિસ્તારમાં રહેતા વૃદ્ધનું મોત
મોરબી : મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. જેના લીધે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. જે પૈકીના મોટાભાગના દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફરી છે. પરંતુ અમુક દર્દીઓ માટે કોરોના ઘાતક સાબિત થઇ રહ્યો છે. જેના લીધે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.
મોરબીમાં દરબાર ગઢ વિસ્તારમાં ગૌરાંગ શેરીમાં રહેતા 59 વર્ષીય આડેસરા ભરતભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ લાલજીભાઈનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. તેઓનો ગત તા. 5ના રોજ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આથી, તેઓ રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ સાથે મોરબી જિલ્લા કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુનો આંક 7 થયો છે.