વાંકાનેર: કોઠી ગામમાં આધેડ થયા કોરોના સંક્રમિત
વાંકાનેર: વાંકાનેર તાલુકાના કોઠી ગામે એક એક 65 વર્ષિય આધેડ કોરોના સંક્રમિત થયા છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામે ગઈકાલે કોઠી પી.ઍસ.સી.માં દવા લેવા ગયા હતા અને તેમનું ત્યાં સેમ્પલ લેવામાં આવ્યું હતું જેનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ કોરોના સંક્રમિત આધેડની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી, હાલમાં તેમની તબિયત સારી છે. હાલમાં તેઓ ઘરે જ છે તેમને હોસ્પિટલ લઈ જવાની તજવીજ કરવામાં આવી રહી છે.
કોઠીમા આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર ત્યાં દોડી ગયું હતું અને કન્ટેન્મેન્ટ ઝોન બફર ઝોનની કામગીરી હાથ ધરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…