વાંકાનેર : શહેરમાં રહેણાંક મકાનમાં બિયરના ટીન સાથે એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેરમાં બિયરના ટીન સાથે એક શખ્સ ઝડપાયો છે. આ શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

વાંકાનેર શહેરમાં લક્ષ્મીપરામાં રહેતા ફીરોજભાઇ અયુબભાઇ પીપરવાડીયાએ પોતાના રહેણાંક મકાનમાં પોતાની દેખરેખ હેઠળ વેચાણ કરવાના ઇરાદે ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર બીયરના ટીન કુલ 5 અને બીયરની બોટલ નંગ 1 મળી કુલ કિ.રૂ. 650ના મુદામાલ રાખેલ હતો. પોલીસે ગઈકાલે તા. 16ના રોજ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ આરોપી ફિરોજની અટકાયત કરી હતી.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •