skip to content

ગુજરાતમાં 4 વિધાસનભા બેઠકની 21 ઓક્ટોમ્બરે પેટાચૂંટણી

જે બેઠક પરથી ધારાસભ્ય સંસદની ચૂંટણી જીત્યા અને ખાલી થઇ છે તેવી ચાર બેઠકો પર ચૂંટણી થશે. બાકીની ત્રણ બેઠકની ચુંટણી પાછળથી થશે

ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં અમરાઇવાડી, લુણાવાડા, થરાદ અને ખેરાલુમાં પેટાચૂંટણીની જાહેરાત કરી છે. 21મી ઓક્ટોબરે યોજાશે ચૂંટણી.

આજે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. આ સાથે વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સનીલ અરોડાએ આજે ગુજરાતની પણ ચાર બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. જે પ્રમાણે ગુજરાતમાં અમરાઇવાડી, લુણાવાડા, થરાદ અને ખેરાલુમાં પેટાચૂંટણી યોજાવાની છે.

આગામી 21મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને હરિયાણા સાથે ગુજરાતમાં ચાર વિધાનસભાની પણ પેટાચૂંટણી થશે. તેમજ તેનું પરિણામ 24મી ઓક્ટોબરે જાહેર થશે. જોકે, રાધનપુર, બાયડ અને મોરવાહડફની ચૂંટણી ઝારખંડ સાથે થાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, ભુપેન્દ્રસિંહ ખાંટની બેઠક પર હાલ, પેટાચૂંટણી નહીં યોજાય.

આ સમાચારને શેર કરો