Placeholder canvas

મોંઘવારીનો માર: હવે યુનિવર્સીટીને 10 રૂા.માં નથી પરવડતું માર્કશીટ વેરીફિકેશન

  • પરીક્ષા અને પ્રમાણપત્રોની ફીમાં વધારો કરવા દરખાસ્ત
  • માર્કશીટ-ડિગ્રીના ડિઝીટલાઇઝેશન માટે યુનિ. પર તોળાતો તોતીંગ ખર્ચ
  • -વર્ષોથી બીએ, બી. કોમ. અને એલએલબીની પરીક્ષા ફી માત્ર રૂા. 270

રાજકોટ : પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસમાં કુદકે ને ભુસકે ભાવ વધારો થતો રહ્યો છે. તેની વ્યાપક અસર તમામ પ્રકારની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ ઉપર જોવા મળે છે. સૌરાષ્ટ્ર વિભાગને જાણે મોંઘવારી નડી રહી હોય તે રીતે જૂદા – જૂદા પ્રકારની પ્રમાણપત્રોની ફી અને પરીક્ષા ફીમાં કરવામાં આવી છે. અલબત ફીમા વધારો થયો નથી. પરંતુ માર્કશીટ વેરીફિકેશન માટે લેવામાં આવતી રૂા. ૫૦ અને વેસ્ટર્ન એજ્યુકેશન સિસ્ટમ હેઠળ રૂા. ૧૦માં માર્કશીટની ચકાસણી હવે પોસાતું નથી. તેવી લાગણી પરિક્ષા વિભાગના સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પરીક્ષા અને પ્રમાણપત્રોની ફીમાં વર્ષોથી કોઇ પ્રકારનો વધારો થયો નથી. જેના કારણે યુનિ.ને જૂદા – જૂદા પ્રકારના પ્રમાણ પત્રો આપવામાં લખલૂંટ ખર્ચ કરવો પડે છે. બીએ, બી.કોમ. અને એલએલબીની એક સત્રની પરીક્ષા ફી રૂા. ૨૭૦ જ્યારે એમ.એ., એમજેએમસી અને બીએસસીની પરીક્ષા ફી રૂા. ૩૨૦ જ્યારે એમએસસી અને બીબીએની ફી રૂા. ૩૭૦ વસુલવામાં આવે છે. સૌથી વધુ પરીક્ષા ફી હોમિયોપેથીની પરીક્ષામાં રૂા. ૧૫૭૦, એમપીએડમાં રૂા. ૧૨૭૦ અને એમબીએમાં રૂા. ૧૦૦૦ની પરીક્ષા ફી વસુલવામાં આવે છે. જ્યારે માઇગ્રેશના અને ડિગ્રી પ્રમાણપત્ર કઢાવવા માટે યુનિ. મામુલી ફીની રકમ વસુલતી રહી છે. અલબત્ત ટ્રાન્સક્રીપ્ટ સર્ટીફિકેટ કઢાવવા માટે રૂા. ૫૦૦ની ફી લેવામાં આવે છે. યુનિવર્સીટીનો પરીક્ષા વિભાગ હવે આધુનિકરણ તરફ આગળ વધી રહ્યો હોવાનું જણાવી સુત્રોએ ઉમેર્યું હતું કે, યુનિ.માં જે પ્રકારે વર્ષ ૨૦૧૦ પછીની તમામ માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્રો ઓનલાઇન મુકવામાં આવ્યા છે. એ જ રીતે ૧૯૬૭ પછી પરીક્ષા આપનારા તમામ ઉમેદવારોની માર્કશીટ અને ડીગ્રીનું ડીઝીટલાઇઝેશન હાથ ધરવામાં આવ્યું છે. આગામી તા. ૯ ને મંગળવારે અમદાવાદમાં બેઠક યોજવામાં આવી છે. આ પ્રોજેકટ પાછળ બહુ મોટો ખર્ચ થશે. આ સંજોગોમાં પરીક્ષા અને પ્રમાણપત્ર ફીમાં વધારો કરવો જરૂરી હોવાનું દર્શાવી ફી વધારો અનિવાર્ય બની રહ્યો હોવાની લાગણી દર્શાવવામાં આવી છે.

આ સમાચારને શેર કરો