વાંકાનેર ટ્રાન્સપોર્ટ એશો.નો નવો નિર્ણય, હવે જેનો માલ તેનો જ હમાલ

ડીઝલ-ટોલ ટેક્ષ સહિતમાં ભાવ વધારાને કારણે આવેલા આર્થિક સંકટમાં ટ્રાન્સપોર્ટરોને રાહત આપતો નિર્ણય

વાંકાનેર : ડીઝલ- ટોલ ટેક્ષ સહિતમાં ભાવ વધારાને કારણે આવેલા આર્થિક સંકટમાં ટ્રાન્સપોર્ટરોને રાહત આપતો નિર્ણય વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં આજથી જેનો માલ તેનો જ હમાલની અમલવારી કરવામા આવનાર છે.

વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સદામભાઈએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઘણી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. અને બીજું કે ડીઝલ તથા ટોલ ટેક્સના રૂપિયા દિવસે ને દિવસે વધી રહ્યા છે. જેથી આ વિકટ પરિસ્થિતિ માંથી બહાર નીકળવા ”જિસકા માલ ઉસકા હમાલ,” આ રસ્તો જરૂરથી અપનાવવો પડે તેમ હતો

ઘણી બધી બાબતમાં ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ- નવી દિલ્હી તરફથી ઘણા બધા મુદ્દા ઉપર નિર્ણય લીધો છે. પણ હવે સમય આવી ગયો હતો કે આ બાબત ગંભરતાપૂર્વક લાગૂ કરવી. આ બાબત માં અખિલ ભરતીય મોટર પરિવહન કોંગ્રેસ(નવી દિલ્હી) એ તા.09/07/2021 થી નિર્ણય લઈ તા 15/07/2021 થી અમલ કરવા આપણા રાજ્ય માં ગાડી માલિક તથા ટ્રાન્સપોર્ટ ભાઈઓ ને સુચવેલ કે ”જિસકા માલ ઉશકાં હમાલ”નું પાલન કરે.વાંકાનેરના દરેક ટ્રાન્સપોર્ટ ભાઈઓ ને નમ્ર વિનંતી છે કે આપે ગાડી લગાવતી વખતે આ મુદ્દાની ચોખવટ કરી પછી જ ગાડી લગાવવી.

આ સમાચારને શેર કરો