skip to content

RTE થઈ જશે અર્થહીન: હવે ગરીબોના બાળકોને નહીં મળે સારી સ્કૂલોમાં એડમિશન..?

શાળાનું સત્ર એપ્રિલ મહિનાથી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ લેવા માગતા ગરીબ વિદ્યાર્થીઓ સારી શાળામાં પ્રવેશથી સદંતર વંચિત રહી જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. કારણ કે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવાન પ્રક્રિયાનો આરંભ એપ્રિલ મહિનામાં થાય છે અને છેક સપ્ટેમ્બર મહિના સુધીમાં પૂરી થાય છે. આ સંજોગોમાં ખાનગી શાળાઓમાં મોટાભાગની આરટીઈ હેઠળની બેઠકો ભરાઈ જાય છે. તેથી આરટીઈનો કાયદાને અર્થહીન બનાવી દેવા માટે જ સરકારે શૈક્ષણિક વર્ષ એપ્રિલ મહિનાથી ચાલુ કરવાનો નિર્ણય લીધો હોવાના આક્ષેપો કરવા માંડયા છે.

ગરીબ વિદ્યાર્થીઓને વ્યવસ્થિત શિક્ષણ ન મળે

પહેલા જૂનથી શૈક્ષણિક વર્ષ શરૂ તથું હતું. હવે એપ્રિલથી શૈક્ષણિક વર્ષ ચાલુ કરી દેવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. તેનાથી રાઈટ ટુ એજ્યુકેશન RTE હેઠળ પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટેની પ્રવેશની પ્રક્રિયાનો આરંભ જ એપ્રિલ મહિનાથી થાય છે. સામાન્ય રીતે શાળા શરૂ થાય ત્યારે તમામ બેઠકો પર પ્રવેશની પ્રક્રિયા પૂરી થઈ જાય છે. આ સ્થિતિમાં એપ્રિલ મહિનાથી જો રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે તો તે પૂરી થતાં સપ્ટેમ્બર મહિનો આવી જવાની સંભાવના છે. આ સ્થિતિમાં ગરીબ વિદ્યાર્થીઓએ સપ્ટેમ્બર મહિના સુધીનો અભ્યાસ ગુમાવવો પડી શકે છે. તેથી તેને અન્ય વિદ્યાર્થીઓની તુલનાએ વ્યવસ્થિત શિક્ષણ ન મળે તેવી શકે, આ એક ભેદભાવ છે તે ઉચિત નથી.

RTEમાં પ્રવેશ આપવા માટેની પ્રક્રિયાનો આરંભ જ કર્યો નથી.

બીજું સરકારે એપ્રિલથી જ શૈક્ષણિક વર્ષ ચાલુ કરવું હોય તો સરકારે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ 25 ટકા બેઠકોની ફાળવણી કરવાની પ્રક્રિયા નવેમ્બર ડિસમ્બર પહેલા જ શરૂ કરી દેવી જોઈએ. જેથી એપ્રિલ આવતા સુધીમાં તે પ્રક્રિયા પૂરી થઈ જાય. પરંતુ 2020-21થી શૈક્ષણિક વર્ષ એપ્રિલ મહિનાથી ચાલુ કરવાનો નિર્ણય લેનાર ગુજરાત સરકારે હજી સુધી રાઈટ ટુ એજ્યુકેશન પ્રવેશ આપવા માટેની પ્રક્રિયાનો આરંભ જ કર્યો નથી.

ગરીબ વિધાર્થીઓ સારી શાળાઓનાં શિક્ષણથી વંચિત રહેશે.

રાઈટ ટુ એજ્યુકેશનના ખરા લાભાર્થીઓને સારી શાળાઓમાં એજ્યુકેશન મેળવવાથી વંચિત રાખવા માટે અને ખાનગી શાળાના સંચાલકોને તગડી કમાણી કરવામાં કોઈ જ અવરોધ ન આવે તે માટે જ ગુજરાત સરકારે શૈક્ષણિક વર્ષ બદલવાનો ખેલ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે સરકારને તેમને માટે ખર્ચ કરવો પડે તે ખર્ચ કરવાની સરકારની ઇચ્છા જ ન હોવાથી તેઓ શૈક્ષણિક વર્ષ બદલવાના ખેલ કરી રહ્યા છે. ત્રીજું, ખાનગી શાળાઓ નવેમ્બર ડિસેમ્બરમાં જ જુનિયર-સિનિયર કૅ.જી.માં પ્રવેશ આપતી વખતે જ વાલીઓ પાસેથી મોટી રકમના ડોનેશન લઈ લે છે. આ સમયે જ તેઓ મોટી રકમ લઈ લેતા હોવાથી સિનિયર-જુનિયર કે.જી.ના બાળકોથી જ તેમના પહેલા ધોરણના વર્ગો ભરાઈ જતાં હોય છે.તેથી તેઓ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા નથી.

ગરીબ વિધાર્થીઓ મફત શિક્ષણથી વંચિત રહેશે..

હવે કોઈ ટ્રસ્ટ કે દાતા કોઈ ગરીબ વિદ્યાર્થીને જુનિયર અને સિનિયર કે.જી.માં પ્રવેશ આપવા માટેની પૂરી ફી ભરી આપે તો પણ તે વિદ્યાર્થીને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવતો નથી. આમ દરેક રીતે ગરીબ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ મળવાપાત્ર મફત શિક્ષણથી વંચિત રાખવાની કોશિશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. શાળાની કુલ બેઠકો અને ગરીબો માટે આરટીઈ હેઠળ પ્રવેશ આપવા અનામત રાખેલી બેઠકોની સંખ્યા પણ બધી શાળા સાચી જાહેર કરતી નથી. તેથી પણ પૂરતા ગરીબ વિદ્યાર્થીઓને સારી શાળામાં પ્રવેશ મળતો નથી.

અમીર અને ગરીબ બાળકને શિક્ષણ ભેદ

આમ ગુજરાત સરકાર શૈક્ષણિક વર્ષનો સમયગાળો બદલીને અમીર અને ગરીબ બાળકને શિક્ષણ આપવામાં ભેદ કરી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ ગાંધીનગરના પ્રાઈમરી એજ્યુકેશનના ડિરેક્ટરને 24મી ફેબુ્રઆરીએ પત્ર લખીને આ મુદ્દે ફરિયાદ પણ ગુજરાત હાઈકોર્ટના એક વકીલ દ્વારા કરવામાં આવી છે. આરટીઈ હેઠળ પ્રવેશ આપવા માટેની પ્રક્રિયાના કોઈ જ કાર્યક્રમની હજી સુધી જાહેરાત કેમ નથી કરવામાં આવી તે અંગે સવાલ પણ ઊઠાવવામાં આવ્યા છે. કલમ 12 (1) (સી) હેઠળ આ પ્રક્રિયા ચાલુ ન કરાય તો સંખ્યાબંધ વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ પ્રવેશ વંચિત રહી જવાને દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો