Placeholder canvas

ગુજરાત સરકારે પાટીદારો પર કરેલા કથિત પોલીસ દમન મામલે હાર્દિક પટેલને હાજર થવાની નોટિસ

25 ઑગસ્ટ 2015ના રોજ અમદાવાદના જી.એમ.ડી.સી મેદાન પર પાટીદાર અનામત આંદોલન અંતર્ગત વિશાળ જનસભા યોજાઈ હતી. આ સભા બાદ પાટીદારો પર થયેલા કથિત દમન મામલે સરકારે પૂંજ કમિશનની રચના કરી હતી. જી.એમ.ડી.સી. મામલે તપાસ કરી રહેલા જસ્ટિસ પૂંજ કમિશને આ મામલે જવાબ રજૂ કરવા માટે તત્કાલિન પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને અચૂક હાજર રહેવા નોટિસ આપી છે.

પાટીદાર અનામત આંદોલનની GMDC મેદાનમાં મળેલી મહાસભા બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. દરમિયાન અમદાવાદના GMDC મેદાન સહિત અનેક સ્થળે પોલીસે પાટીદારો પર કથિત દમન કર્યાની રાવ ઉઠી હતી. આ મામલે ગુજરાત સરકારે વર્ષ 2017ના ઑક્ટોબર મહિનામાં હાઇકોર્ટના નિવૃત જજ કે.એ. પૂંજની અધ્યક્ષતામાં એક તપાસ પંચની રચના કરી હતી.

વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે રચાયેલા હાઈકોર્ટનાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. એ. પૂંજની તપાસ પંચની કામગીરી આ મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહી છે. અને પૂંજ કમિશનની આગામી 30મી સપ્ટેમ્બર પછી રાજ્ય સરકારને આ મામલે પોતાનો અહેવાલ સુપરત કરશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો