Placeholder canvas

રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી: અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય

હવામાન વિભાગની આગાહીની રાજ્યમાં હજુ 48 કલાક ભારે વરસાદ

અરબી સમુદ્ર ઉપર સાયક્લોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર સક્રિય થયું છે જેના કારણે રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 48 કલાક રાજ્યનાં સૌરાષ્ટ્ર, પૂર્વ-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. રાજ્યના અરબી સમુદ્રના કાઠે ભારે પવન સાથે મોજા ઉછળે તેવી શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ સિઝનનો 116.59 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતને બાદ કરતાં રાજ્યના તમામ વિસ્તારોમાં 100 ટકા કરતાં વધારે વરસાદ વરસ્યો છે.

આ વર્ષે જૂન મહિનાથી શરૂ થતી ચોમાસાની સિઝનથી લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 30 ટકા વધુ વરસાદ પડ્યો છે. વર્ષ 2013 પછી એટલે કે 6 વર્ષ બાદ રાજ્યમાં સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ ખાબક્યો છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો