નીમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને મનોજ પનારા મતદારોને પ્રલોભન આપવાના કેસમાં નિર્દોષ

મોરબી : વર્ષ 2009માં મોરબીમાં ચૂંટણી સભા દરમિયાન તત્કાલીન ધારાસભ્ય નીમાબેન આચાર્ય, કાન્તિલાલ અમૃતિયા અને યુવા ભાજપ મોરચાના મનોજ પનારા વિરુદ્ધ નોંધાયેલ આચાર સંહિતા ભંગના કેસમાં આજે મોરબી અદાલતે તમામ આરોપીનો નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો.

મતદારોને પ્રલોભન આપવા બાબતે મોરબીમાં વર્ષ 2009માં ભક્તિનગર નજીક સભા યોજાયા બાદ આચાર સંહિતાના ભંગ બાબતે તત્કાલીન ધારાસભ્ય અને પ્રવર્તમાન વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને જે તે સમયના યુવા ભાજપ મોરચા મોરબીના મનોજ પનારા વિરુદ્ધ આચાર સંહિતા ભંગ અંગે ગુન્હો નોંધાયો હતો.

આ કેસનો આજે ચુકાદો હોય સવારથી જ ઉત્તેજના ભર્યા માહોલમાં મોરબી કોર્ટમાં ભીડ ઉમટી હતી અને આ કેસમાં આરોપી એવા વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મનોજ પનારા કૉર્ટમાં હાજર રહ્યા હતા જેમાં નામદાર અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

આ સમાચારને શેર કરો