હળવદ: મુખ્ય બજારો અને હાઇવે પરના તમામ વ્યવસાયિકોએ સ્વયંભૂ બંધ પડ્યું
હળવદ પોલીસ દ્વારા શહેરમાં દીવસભર પ્રેટોલીંગ કરવામાં આવ્યું
By મયુર રાવલ હળવદ
વિશ્વ માં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે ત્યારે ગુજરાત માં પણ અત્યાર સુધી ૧૩ કેશો નોંધાયા છે અને મોરબી જિલ્લા માં પણ શંકાસ્પદ કોરોના વાયરસ ના દર્દીઓ છે ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર ની સૂચના મુજબ હળવદ ના તમામ વ્યાપાર ધંધા સંચાલકો એ સ્વયંભૂ બંધ પાળી અને સહકાર આપ્યો હતો.
આજે હળવદ ની મુખ્ય બજારો સુમસામ જોવા મળી હતી આવશ્યક સેવાઓ માં દવાખાના અને મેડિકલ સ્ટોર ની સેવાઓ હાલ માં કાર્યરત છે આવશ્યક સેવાઓ સિવાય હળવદ સજ્જડ બંધ રહ્યું ત્યારે હળવદ ના લોકો કોરોના વાયરસ અંગે જાગૃત છે તેવું ફલિત થયું હતું અને હળવદ પીઆઈ સંદીપ ખાભંલા તથા સ્ટાફ પણ સતત દીવસભર પેટ્રોલિંગ દરમિયાન સરકાર ની સૂચના મુજબ પાલન કરાવતા જોવા મલી રહ્યા હતા મેડિકલ સ્ટોર પર માસ્ક અને સેનેટેરાઈઝર લેવા માટે લોકોઉમટી પડ્યા હતા ખાસ નાના બાળકો અને વડીલો સાવચેતી રાખે તેવી તંત્ર ની ગાઈડલાઈન છે કોઈ ને શંકાસ્પદ કેશ ધ્યાન માં આવે તો સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા હેલ્પલાઇન નંબર 104 માં જાણ કરવા જાહેર જનતા ને નમ્ર નિવેદન છે ,
કોરોના વાઈરસ થી ડરો નહીં પણ સાવચેતી રાખો., તમારા હાથ વારંવાર સાબુથી ધુવો.., ભીડ વાળી જગ્યામાં ન જાઓ અને સરકાર તરફથી લગાવવામાં આવેલી 144ની કલમ એ લોકોના હિતમાં છે તેનું સંપૂર્ણ પણે અમલ કરો…
-કપ્તાન દ્વારા લોકહીતમાં પ્રસિદ્ધ