વાંકાનેર સીટી PI રાઠોડની બદલી, નવા PI બી.પી.સોનારા થયા હાજર
વાંકાનેર શહેર પોલીસ મથકમાં PI રાઠોડની બદલી થઇ છે. તેમની જગ્યાએ નવા પીઆઇ તરીકે 29 ઓગસ્ટના રોજ ગાંધીનગરથી મોરબી જિલ્લામાં બદલી થઈને આવેલા અને કડક અધિકારીની છાપ ધરાવતા બી.પી. સોનારા હાજર થઈ ગયા છે.
વાંકાનેરમાં ટ્રાફિક સમસ્યા ખૂબ વકરી છે અને ચોરીના બનાવો પણ થઈ રહ્યા છે. ત્યારે વાંકાનેર વાસીઓ વાંકાનેર શહેરમાં એક કડક પોલીસ અધિકારી ઇચ્છતા હતા એવામાં વાંકાનેર શહેર પી.આઇ રાઠોડની CPI વાંકાનેરમાં બદલી થઇ છે અને તેની જગ્યાએ કડક પોલીસ અધિકારીની છાપ ધરાવતા અને આ પૂર્વે મોરબી જિલ્લામાં સર્વિસ કરી ગયેલા PI બી.પી.સોનારા હાજર થઈ ગયા છે.
પીઆઇ સોનારા પાસે વાંકાનેર વાસીઓની કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક સમસ્યા તેમજ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવી અપેક્ષા રહે એ સ્વાભાવિક છે.