Placeholder canvas

શાકભાજીના ભાવ આસમાને: ડુંગળી-રોટલો ખાવાની નોબત!

પહેલા કોરોનાએ ધંધો ચોપટ કર્યા અને થોડી ઘણી બચાવેલી મૂડી પણ કોરોના કાળમાં ખત્મ થઈ ગઈ ત્યારે બાકી રહી જતું તો હવે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે અને ગરીબોને ડુંગળી-રોટલો ખાવાની નોબત આવી છે.

ભારે વરસાદ થવાના કારણે સ્થાનિક શાકભાજી તેમજ બહારથી શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાય ગયુ છે. વરસાદના વિરામ બાદ પણ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થઈ રહયો છે.

શાકમાર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાવ ઉંચા જોવા મળી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે ભાદરવામાં ભાવવધારો હોય છે. પરંતુ આટલો ભાવ વધારો કયારેય જોયો નથી. આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. પરંતુ અતિ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાકનું ધોવાણ થઈ ગયુ છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે શાકભાજી ના પાકો સુકાઈ ગયા છે અથવા તો તેમાં ઉત્પાદન ઘટી ગયું છે. જેથી માંગ મુજબનો પુરવઠો ન આવતા ભાવ આસમાને પહોંચી ગયા છે.

શાકમાર્કેટમાં સૌથી વધુ ભાવ, મરચા, વટાણા, આદુ, લીંબુ, બટેકાનો છે. સતત ભાવવધારાના કારણે ગૃહિણીઓનું બજેટ વેર વિખેર થઈ ગયુ છે. એક તરફ લોકડાઉન બાદ લોકોના ધંધા રોજગાર મુશ્કેલીની પાટે ચડી રહ્યા હતા તેવામાં બીજો માર પડયો છે. લોકો કરકસર કરીને જીવન જીવી રહ્યા છે તેવામાં શાકના ભાવ વધારાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગ્રામ્ય પંથકના સ્થાનિક શાકભાજીની આવક પણ ઓછી હોય જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરીબ લોકોને સૂકી રોટલી અને ડુંગળી ખાઈ પેટનો ખાડો પુરી રહ્યા છે.

હાલ વરસાદના કારણે ખેતરોના પાકનું ધોવાણ થવાથી ભાવ વધારો થયો છે. હજુ આગામી 15થી20 દિવસ સુધી ભાવવધારો રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ભારે વરસાદની પણ આગાહી છે. જો આગામી દિવસોમાં હજુ ભારે વરસાદ પડશે તો ભાવ ઘટશે નહી તેમજ ભાવમાં ઘટાડો નવુ વાવેતર થાય અને તે શાકભાજી બજારમાં આવે ત્યારે જ ભાવમાં ઘટાડો થશે નહીં.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો