skip to content

માવઠાથી માઠી: ટંકારા તાલુકાના ગામડામા કમોસમી વરસાદની બહબહાટી બોલી

અડધા થી લઈ બે ઈંચ સુધી નો વરસાદ
ખેતરો મા હિચકાવી ને પાણી ભરાઈ ગયા

By Jayesh Bhatasana -Tankara

ટંકારા: ટંકારા તાલુકાના મોટાભાગના ગામોમાં અડધાથી બે ઈંચ સુધી વરસાદ પડ્યો છે અને નદી-નાળામાં પાણી આવી ગયાના વાવડ મળી રહ્યા છે.આ ગામોમાં નાના મોટા ખિજડીયા રામપર નશિતપર ધુનડા વાધગઢ ગજડી ઉમીયા નગર કલ્યાણપર જોધપર ઝાલા જબલપુર લખધીરગઢ વિરપર લજાઈ હરબટીયાળી મિતાણા નેકનામ હમિરપર જીવાપર સજ્જનપર હડમતીયા સહિત ના ગામડા મા માવઠું જોરદાર વરસી પડ્યુ

વિજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા, મગફળી ના પાથરા રીતસર ના પાણી મા તરતા દ્રશ્યમાન થયા કપાસ નો કકળાટ દેખાયો ખેડુતો નો મોઢે આવેલો બચ્યો કુચયો કોળિયો જુટવાઈ ગયો.

નેકનામ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે 6 થી 8 બે કલાકમાં 4 ઇંચ જેવો મુશળધાર વરસાદ વરસી ગયો. જ્યારે ટોળમાં2 ઇંચ જેટલો વરસાદ, વોકળા નદી માં પુષ્કળ આવક શરૂ થઈ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો