NABARDમાં ધોરણ-10 પાસ ઉમેદવારો માટે નોકરીની તક
NABARDમાં : ધોરણ-10 પાસ માટે નોકરીની તક, 24,000 રૂપિયા મળશે પગાર
નેશનલ બેંક ફૉર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD)એ નોટિફિકેશન જાહેર કરી ગ્રુપ સીમાં ઑફિસ અટેન્ડન્ટ પદો પર અરજી માંગી છે. આ પદો માટે ઑનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઈચ્છુક યોગ્ય ઉમેદવાર 12 જાન્યુઆરી 2020 સુધી ઑનલાઇન અરજી કરી શકે છે. તેના દ્વારા નાબાર્ડ 73 પદો પર ભરતી કરશે. આ પદો પર તે તમામ ઉમેદવાર અરજી કરી શકે છે જે ધોરણ-10 પાસ છે.
પદોની વિગત : ઑફિસ અટેન્ડન્ટ : 73
પગાર : 24000 રૂપિયા પ્રતિ માસ
ફી : અરજીની ફી જનરલ, ઇડબલ્યૂએસ, ઓબીસી ઉમેદવારો માટે : 450 રૂપિયા, અને SC, ST, PWD, Ex-S ઉમેદવારો માટે : 50 રૂપિયા
ફી ચુકવણી: ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગના માધ્યમથી પરીક્ષા ફીની ચૂકવણી કરી શકે છે.
લાયકાત: ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી ધોરણ-10 પાસ હોવા જોઈએ. અભ્યર્થીની ઉંમર 18થી 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 1 ડિસેમ્બરના આધારે ઉમેદવારની ઉંમરની ગણતરી કરવામાં આવશે. નોંધનીય છે કે નોટિફિકેશનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગ્રેજ્યુએશન કે હાયર ક્વોલિફિકેશન રાખનારા ઉમેદવાર આ પદો માટે અરજી નહીં કરી શકે. ઑનલાઇન ફૉર્મ ભરતી વખતે ઉમેદવારોએ તેની જાણકારી સેલ્ફ ડિક્લરેશન (self-declaration) રૂપે આપવી પડશે.
પસંદગી પ્રક્રિયા: આ પદો પર પસંદગી માટે NABARD બે ફૅઝમાં પરીક્ષા આયોજિત કરશે. પહેલી ઑનલાઇન ટેસ્ટ હશે અને બીજી પરીક્ષા ભાષાની જાણકારી તપાસવા માટે હશે.
પરીક્ષાનું ફૉર્મેટ: નાબાર્ડ (NABARD)ની પ્રારંભિક પરીક્ષામાં 120 પૉઇન્ટના સવાલ પૂછવામાં આવશે. તેમાં રીજનિંગ, અંગ્રેજી ભાષા, જનરલ અવેરનેસ અને ન્યૂમેરિકલના સવાલ હશે. આ પરીક્ષાના પૉઇન્ટના આધારે મેરિટ લિસ્ટ તૈયાર નહીં થાય. આ માત્ર ક્વોલિફાઇંગ પરીક્ષા હશે. એટલે મુખ્ય પરીક્ષામાં બેસવા માટે આ પરીક્ષાને પાસ કરવી જરૂરી હશે, પરંતુ તેના પૉઇન્ટ અંતિમ પરિણામમાં સામેલ નહીં થાય.
મુખ્ય પરીક્ષા, પ્રારંભિક પરીક્ષાથી થોડી કઠિન હશે. તેમાં રિજનિંગ, ક્વાંટિટેટિવ એપ્ટિટ્યૂડ, જનરલ અવેરનેસ અને અંગ્રેજી ભાષાના 150 સવાલ હશે. પરીક્ષા માટે ઉમેદવારોને બે કલાકનો સમય મળશે. પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા, હિન્દી અને અંગ્રેજી બંનેમાં હશે. તેના માટે અભ્યર્થી, જે ભાષાની પસંદગી કરવા માંગે, તે કરી શકે છે.
જોકે, પરીક્ષાની તારીખની હાલ જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો ફેબ્રુઆરી 2020માં આ પરીક્ષા યોજાઈ શકે છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…