Placeholder canvas

જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરહાજર રહેવા બદલ વાંકાનેરન્સ સભ્યને કોંગ્રેસે નોટિસ આપી.

તાજેતરમાં જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચુંટણી યોજાઈ હતી જેમાં મોરબી જીલ્લા પંચાયતની બેઠક માટે પણ ચુંટણી યોજાઈ હતી.આ ચૂટણીમાં કોંગ્રેસ દ્વારા ઉપપ્રમુખ પદ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને મતદાન દરમિયાન વાંકાનેરની મહિકા બેઠક પરના સભ્ય ગેરહાજર રહીને કોંગ્રેસના વિહિપની અવગણના કરવા બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નોટીસ આપવામાં આવી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફ થી મોરબી જિલ્લા પંચાયત ની તારીખ ૧૩ના રોજ પ્રમુખ ઉપપ્રમુખની ની યોજાયેલ ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ તરફથી ઉપપ્રમુખની ચુંટણી માટે મહેશભાઈ પારેજીયાની પસંદગી કરવામાં આવી હતી. પક્ષ ના તમામ સદસ્યને કોગ્રેસ પક્ષના ઉપપ્રમુખના ઉમેદવારની તરફેણમાં મીટીંગમાં હાજર રહી મતદાન કરવા માટે વ્હીપ (આદેશ) પક્ષ તરફથી આપવામાં આવેલ હોય તેમ છતાં વાકાનેર તાલુકા ની મહીકા જિલ્લા પંચાયત સીટ ઉપર કોગ્રેસ પક્ષ ના નિશાન ઉપર ચૂંટાયેલા નવઘણભાઈ મેઘાણીએ જિલ્લા પંચાયતની મિટિંગ માં ગેરહાજર રહી પક્ષ તરફથી આપવામાં આવેલ વ્હીપ નુ ઉલઘન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નોટીસ આપવામાં આવી છે તેમજ આ બાબતે કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી? તે અંગેનો લેખિત ખુલાસો દિવસ ૭ માં રજુ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તેમજ નોટીસનો ખુલાસો દિવસ ૭ માં નહિ મળે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે

આ સમાચારને શેર કરો