ગુજરાત

હડકાયુ કૂતરું 2 કલાકમાં 70થી વધુ લોકોને કરડયું…

સુરેન્દ્રનગરમાં મંગળવારે સાંજે એક હડકાયા શ્વાને રિતસરનો આતંક મચાવ્યો હતો. શહેરના પતરાવાળી હોટલથી મેગામોલ સુધીના દોઢ કિમીના વિસ્તારમાં બે કલાકમાં 70થી વધુ લોકોએ કરડતા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

દર્દીઓના પહેલીવાર આટલો ઘસારો જોઇ હોસ્પિટલમાંથી નોકરી પૂરી કરી ઘરે ગયેલા સ્ટાફને ફરજ પર બોલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ શહેરીજનો ભયના માર્યા બહાર નીકળેલા પોતાના સગાસબંધીઓને ફોન કરી આ બાબતેથી સાવચેત કર્યા હતા. લોકોમાં ભારે ભય ફેલાય ગયો હતો.

આ સમાચારને શેર કરો