મોરબીના આધેડને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

મોરબી : મોરબીમાં વધુ એક કોરોનાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.જેમાં એક 50 વર્ષના પુરુષને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને તુરત મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

મોરબીના મુનનગર ચોકની આજુબાજુના વાડી વિસ્તારમાં રહેતા એક 50 વર્ષના પુરુષને આજે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને તાકીદે સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને હાલ આ 50 વર્ષના પુરુષના સેમ્પલ લઈને રિપોર્ટ માટે જામનગર મોકવામાં આવ્યા છે.તેમનો આવતીકાલે રિપોર્ટ આવી જવાની શક્યતા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BCHJZFw2oPOBxQoU0OIduP

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો