Placeholder canvas

મોરબી: આજે વધુ 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : જિલ્લાના કુલ કેસ 65

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના રોકાવાનું નામ નથી લેતો. ગઈકાલે 5 કેસ નોંધાયા બાદ આજે બપોરે એક સાથે મોરબીમાં 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મોરબી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંકડો 65 પર પહોચી ગયો છે.

મોરબીમાં કોરોના વાયરસનો પગ પેસારો સતત ચાલુ રહ્યો છે. આજે નહેરુગેઈટ વિસ્તારમાં રહેતા વૃદ્ધનું કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. છેલ્લા 3 દિવસથી કોરનાના કારણે દરરોજ એક દર્દીનું મૃત્યુ થઈ રહ્યું છે. જે પણ ચિંતાનો વિષય છે. જ્યારે આજે બપોર એક સાથે 2 લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

મળેલી માહિતી મુજબ ગઈકાલે મોરબીના વસંત પ્લોટ-10માં કોરોના પોઝિટિવ આવેલા યુવાન હિતેશભાઈ દયાલજીભાઈ રાણપરાના ભાઈ ભરતભાઈ દયાલજીભાઈ રાણપરા (ઉ.57) તેમજ હિતેશભાઈના પિતા દયાલજીભાઈ મણિલાલ રાણપરા (74)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ છે. આ બંનેના સદભાવના હોસ્પિટલમાં સેમ્પલ લઈ અમદાવાદ ખાનગી લેબરોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આજના આ બે કેસ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 65 થઈ ગઈ છે.

આ સમાચારને શેર કરો